સૂત્રાપાડા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અંતર્ગત કાયદાકીય શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ ફાઉન્ડેશન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર સુત્રાપાડા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ શિબિરમાં દહેજ પ્રતિબંધ અધિકાર દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કાયદા સંબંધિત તેમજ જો કોઇ મહિલા જાતિય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે જાણકારી આપી હતી. આ સાથે જ એક ટૂંકી પ્રતિકાર ફિલ્મનું નિદર્શન પણ બતાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી ફિલ્ડ ઓફિસર દ્વારા પુરી પાડવામાં આવી હતી. અને Dhew જેન્ડર સ્પેસિયાલિસ્ટ, સખી વન સ્ટોપ સેન્ટર કાઉન્સેલર, ૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઇન કાઉન્સેલર વગેરે પ્રકલ્પોનાં કર્મચારીઓ દ્રારા જાતીય સતામણીનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડિતાને કેવી રીતે મદદરૂપ થાય છે તેની માહિતી અપાઈ હતી.

શી-ટીમ સુત્રાપાડા દ્વારા શી ટીમ કામગીરી, સાઇબર ફ્રોડ વિશે માર્ગદર્શન સાથેની માહિતી આપવામાં આવી હતી અને મહિલા બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાના પેમ્ફલેટ, ફાઇલ ફોલ્ડર, પ્રિન્ટિંગ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW કોર્ડીનેટર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિવિધ ટ્રેડની વિદ્યાર્થિનીઓ, તેમજ ઇન્સ્ટ્રક્ટર હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment