કોંગ્રેસે મંદી મોંઘવારીની મહામારી વિરુદ્ધ ‘જનચેતના’ અભિયાન અંતર્ગત દિયોદર રેસ્ટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર

     ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને ભાજપના છેલ્લા અઢી દાયકાના સાશનમાં મંદી, મોંઘવારી ના મહામારી ભોગ બની રહ્યા છે. ત્યારે ‘અચ્છે દિન’, બહોત હુઈ મહેગાઈ કી માર’ જેવા રૂપાળા સૂત્રો ની ભ્રામકતા સામે લોકો સુધી સાચી હકીકત પહોંચાડવા કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ “જનચેતના અભિયાન સેતુ” આજે દિયોદર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસ મિટિંગ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાએ જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબ વિરોધી, પેટ્રોલ ડિઝલ એલ.પી.જી ગેસ, વીજ બિલમાં તોતીંગ વધારો, સામાન્ય લોકો ના જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચેલા તેનો વિરોધ કરવા ૧૧ જુલાઈએ દિયોદર ખાતે એક સીબીર અને રેલીનું આયોજન કરવામાં આવશે. મહત્વનું છે કે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે દિયોદર કોગ્રેસ ની મિટિંગમાં દિયોદર ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, દિયોદર કોગ્રેસ પ્રમુખ જોરાભાઈ દેસાઈ, વકીલ બીકે જોશી, ચિરાગ ભાઈ ત્રિવેદી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બળવંતજી મકવાણા, તાલુકા સદસ્ય સેવનત્તિ ભાઈ ઠક્કર, બળદેવ ભાઈ બારોટ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના સદસ્યો અને દિયોદર કોગ્રેસ ના પાયાના કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment