હિન્દ ન્યુઝ, નડિયાદ
તા.૧૫-૦૭-૨૦૨૧ થી રી-ઓકશન શરૂ કરવામાં આવશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવેછે કે, અત્રેની કચેરીમાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) તેમજ થ્રી વ્હીલર (ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝ નું રી-ઓકશન ટુ-વ્હીલર જી.જે.૦૭. ઇ.ઇ (EE), ફોર વ્હીલર જી.જે.૦૭. ડી.ડી (DD) તથાં થ્રી વ્હીલર જી.જે.૦૭. ટી.વી. (TV) તા.૧૫-૦૭-૨૦૨૧ થી રી-ઓકશન શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જેની નોધ લેવી.
અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવું. વેબસાઇટ માં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી.
ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ ‘’૫’’ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ માથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ-વ્હીલર સીરિઝ GJ07-EE- નું ઓનલાઈન રી ઓકશન થશે. ફોર વ્હીલર સીરિઝ GJ07-DD- નું ઓનલાઈન રી ઓકશન થશે. થ્રી વ્હીલર સીરિઝ GJ07-TV- નું ઓનલાઈન રી ઓકશન થશે. નવી સીરિઝ ના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા. ૧૫-૦૭-૨૦૨૧ થી ૧૭-૦૭-૨૦૨૧ સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા ૧૮-૦૭-૨૦૨૧ થી ૧૯-૦૭-૨૦૨૧ ના સાંજના ૦૬:૧૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થશે. તા ૨૦-૦૭-૨૦૨૧ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલુ હોવું જરૂરી છે.
વાહન વેચાણ તારીખથી ૭ દિવસ ની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, નડિયાદ દ્વારા જણાવાયું છે.
રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ