હિન્દ ન્યુઝ, નડિયાદ
વોક-ઇન-ઈન્ટરવ્યુ
સુપ્રિટેન્ડન્ટ, ખેડા ડીવીઝન, નડિયાદની કચેરી દ્વારા ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટની નિમણુંક માટે “વોક-ઈન-ઇન્ટરવ્યુ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શાવેલ શરતો પૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો માટે “વોક-ઈન-ઇન્ટરવ્યુ” સુપ્રિટેન્ડન્ટ ઓફીસ, બીજો માળ, નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ, નડિયાદ – ૩૮૭૦૦૧ ખાતે તા.૨૬.૦૭.૨૦૨૧ (સોમવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા ની સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટા-૨, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાતના સર્ટિફીકેટ, અન્ય આવશ્યક સર્ટિફીકેટ અને અનુભવ (જો કોઈ હોય તો) બાબતના અસલ દાખલા તેમજ દરેકની ખરી નકલ સાથે લાવવાની રહેશે. શૈક્ષણીક લાયકાત : ધોરણ-૧૦ પાસ, ઉમર:૧૮ થી ૫૦ વર્ષ પાત્રતા ધરાવતા વર્ગો : બેરોજગાર | સ્વરોજગાર યુવાનો | ભૂતપૂર્વ વીમા સલાહકર | આંગણવાડી કાર્યકરો | મહિલા મંડળ કાર્યકરો | એક્સ સર્વિસમેન | નિવૃત શિક્ષકો | પંચાયત સંચાર સેવા કેન્દ્ર અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા ઈચ્છુક વ્યક્તિ.
કોઈપણ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા એજન્ટને આ એજન્સી મળવાપાત્ર નથી. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (PLI/RPLI) ના ડાયરેક્ટ એજન્ટ બનવા માટેનું ફોર્મ આપની નજીકની પોસ્ટ ઓફિસમાંથી મેળવી શકાશે જે સંપૂર્ણપણે ભરી જરૂરી પુરાવા અને પ્રમાણિત નકલ સાથે તારીખ ૨૨.૦૭.૨૦૨૧ સુધીમાં સુપ્રિટેન્ડન્ટ ઓફીસ, બીજો માળ, નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ, નડીયાદ -૩૮૭૦૦૧ ખાતે ઓફિસ સમય (૧૦.૦૦ થી ૦૬.૦૦) દરમિયાન જમા કરાવાનું રહેશે તેમજ રજીસ્ટર અથવા સ્પીડ પોસ્ટ મારફત ઉપરોક્ત સમય સુધીમાં પહોચી જાય તે રીતે જમા કરાવી શકાશે. જે ઉમેદવારની પસંદગી એજેંટ તરીકે થશે તેમણે રૂપિયા ૫૦૦૦/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોજીટ સર્ટિફીકેટ જમા કરવાના રહેશે. તેમ સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફીસ ખેડા ડીવીઝન, નડિયાદ દ્વારા જણાવાયું છે.
રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ