હિન્દ ન્યુઝ, સાળંગપુર
મુંબઈ થી પ્રસિદ્ધ બોમ્બે હોસ્પિટલ અને જે.જે.હોસ્પિટલના વિખ્યાત ડો.મિનેશ જુવેકર એ આપી સેવા
મુંબઈની પ્રસિદ્ધ બોમ્બે હોસ્પિટલ અને જે.જે.હોસ્પિટલના વિખ્યાત ઈએનટી સ્પેશિયાલિસ્ટ ડો.મિનેશ જુવેકર દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવન દાસજી સ્વામીની પ્રેરણાથી નિ:શુલ્ક કાન, નાક,ગળા ના ચેકઅપ માટે કેમ્પ નું આયોજન તારીખ 06-07-2021 ના રોજ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં સંતો તથા જરૂરિયાતમંદ લોકોના કાન, નાક, ગળાનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન ડો.મિનેશ જુવેકર એ જણાવ્યું હતું કે કાન, નાક, ગળાના રોગોને નજર અંદાજ ન કરવા તથા કોરોના ની સંભવીત ત્રીજી લહેરમાં આવનારા ડેલ્ટા વેવના લક્ષણો વિષે પણ માહિતી આપી હતી. ડો.મિનેશ જુવેકર વધુમાં જણાવ્યું કે કોરોના માં ઉધરસ, ગળુ સુકાવુ આદિ સમસ્યાઓ જોવા મળે છે. તત્પશ્ચાત બ્લૅક ફંગસ બાબતે પણ નાક અને આંખના ચેકઅપથી ખ્યાલ આવે છે. વેહલા ચેકઅપ થી પોતાને બચાવી શકાય છે.
કેમ્પ નાં અંતે આ સેવા કાર્યને બિરદાવતા પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ડો.મિનેશ જુવેકર ને આશીર્વાદ પાઠવ્યા હતા.