જિલ્લા વિકાસ અધિકારી એ સરહદી સુઈગામ તાલુકા પંચાયતની લીધી મુલાકાત

હિન્દ ન્યુઝ, સુઈગામ

      જિલ્લા વિકાસ અધિકારી એ તાલુકા અધિકારી કુમારી કાજલ બેન આંબલિયાને સાથે રાખી તાલુકા પંચાયતની વિવિધ શાખાઓ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકાના બેણપ (માનગઢ) ગામે ચાલી રહેલ મનરેગાના કામની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુમારી કાજલ બેન આંબલિયાને સાથે રાખીને તાલુકા પંચાયતની તમામ શાખાઓમાં શાખાઓના કર્મચારીઓ ની રૂબરૂ મુલાકાત કરી હતી ત્યારે આઈ.આર.ડી. શાખામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કામ પુર્ણ ન થયુ હોય તેવા આવાસોનુ કામ ઝડપી પુર્ણ કરાવવા તેમજ નવા લક્ષ્યાંકના સેક્સનની કામગીરી પૂર્ણ કરવા તાકિદ કરવામાં આવી હતી.

      રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) શાખામાં સ્વ સહાય જૂથોની રચના, ગ્રામીણ સંગઠનની રચના મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉપર ભાર મૂકવામાં આવ્યું હતુ. મનરેગા શાખામાં તાલુકાના ગામોમાં ચાલતા મનરેગા યોજના અંતર્ગત કામોની માહિતી મેળવી હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સામુહિક શૌચાલય અને ગામડાઓમાં સ્વચ્છતા કામગીરી ઉપર ભાર મૂકવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ. શાખાના સી.ડી.પી.ઓ. હંસા બહેન પંડયા ની સાથે આંગણ વાડી કેન્દ્રો અને વિકાસ માટે ચર્ચા થઈ હતી. શિક્ષણ શાખાની મુલાકાત લેતાં ટી.પી.ઓ.ગેરહાજર ન હતા અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર ગેરહાજર હતા. ઓક્સિજન પ્લાનટની મુલાકાત લીધી હતી અને વિવિધ વોર્ડોની મુલાકાત લીધી હતી ત્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યા છે. પરંતુ જાણે સામુહિક આરોગ્યમાં બનાવવામાં આવેલ શૌચાલયો ને તાળાં લગાવેલ બંધ હાલતમાં નજરે પડતાં જિલ્લા વિકાસ અધિકારી એ ખુલવાનુ કહેતા આરોગ્ય તંત્ર ના સફાઈ કામદારો ને તાળાની ચાવી ન મળતાં લોખંડની હથોડીથી તાળુ તોડી અને નિરિક્ષણ કરતાં કચરો જોવા મળ્યો હતો અને ઘણા સમયથી બંધ હોય તેવુ દેખાયુ હતુ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિકારીઓ ની બેદરકારી વિશે જિલ્લા વિકાસ અધિકારી ને પુછતાં તમામ પ્રશ્નો અંગે ગંભીરતા દાખવી હતી
અને ત્યારબાદ સુઈગામ તાલુકાના બેણપ (માનગઢ) ગામે ચાલી રહેલ મનરેગા ના કામની મુલાકાતે રવાના થયા હતા અને ત્યાં બેણપ સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ને પાઘડી પહેરાવી અને સ્વામી સચ્ચિદાનંદ બાપુનુ પુસ્તકની ભેટ આપવામાં આવી હતી અને જિલ્લા વિકાસ અધિકારી ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મનરેગા યોજના અંતર્ગત ચાલી રહેલ કામની, ઝોબ કાર્ડોની બારીકાઈથી નિરિક્ષણ કર્યું હતું અને સરપંચ દ્વારા કામના દિવસો 100 છે એવા 200 દિવસ 1 વ્યક્તિ કામગીરી કરી શકે તે માટે પણ જણાવવામાં આવ્યું હતું.

અહેવાલ : વેરસીભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment