ગાંધીધામ તેમજ ભચાઉ તાલુકાના બુથ લેવલ અધિકારીઓની તાલીમ યોજાઈ

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨

હિન્દ ન્યુઝ, ભુજ

        ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં તા.૦૧/૧૦/૨૦૨૨ લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા – ૨૦૨૨ કાર્યક્રમ અન્વયે ગાંધીધામ તાલુકાના તેમજ ભચાઉ તાલુકાના બુથ લેવલ ઓફીસર અને સેકટર ઓફીસરની તાલીમ યોજવામાં આવી હતી.

        તાલીમમાં તા.૧૭/૦૬/૨૦૨૨ના નોટીફિકેશન મુજબ અરજી ફોર્મના સુધારા જણાવવામાં આવ્યા હતા. જે મતદાન મથકમાં ઓછા ફોર્મ આવ્યા છે તે મતદાન મથકમાં મતદારોની વધુમાં વધુ નોંધણી થાય તે માટે ડોર ટુ ડોર સર્વે કરવા સૂચના આપવામાં આવી હતી. મતદારયાદીમાં ૧૮ થી ૨૯ વર્ષની વયજૂથના બાકી રહેતા લાયક મતદારોની નોંધણી સત્વરે હાથ ધરવા સૂચના અપાઈ હતી. તમામ લાયક મતદારોની નોંધણી થાય તે માટે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ્સ વોટસએપ, ટ્વીટર, ઇન્ટાગ્રામ, ફેસબૂક, ટેલીગ્રામના માધ્યમથી લોકોને જાગૃત કરવા સમજતી અપાઇ હતી. અગાઉની જોગવાઇ અનુસંધાને તા.૦૧/૦૧/૨૦૨૨ને લાયકાતની તારીખ ગણવામાં આવતી પરંતુ નવા સુધારા બાદ તા.૦૧/૧૦/૨૦૨૨ને લાયકાતની તારીખ નક્કી કરેલી હોય તે તમામ નવા મતદારો માટે નામ નોંધણીની આ એક મોટી તક છે તેનો લાભ લેવા મતદાર નોંધણી અધિકારી, ૫-ગાંધીધામ વિેધાનસભા મતવિભાગ અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રની યાદીમાં જણાવાયું છે

Related posts

Leave a Comment