હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર નો જિલ્લા કક્ષાનો યોજાયેલ 14 માં ગરીબ કલ્યાણ મેળામાં ભાવનગરના સીદસર રોડ પર રહેતા દિશાબેન ડોડીયા એ પોતાના પ્રતિભાવો આપ્યા જણાવ્યું હતું કે વ્હાલી દીકરી યોજનાથી દીકરીના જન્મદર માં વધારો થશે.
આ તકે ભાવનગરના દિશાબેન જયભાઈ ડોડીયા એ જણાવ્યું હતું કે વ્હાલી દીકરી યોજના થકી ત્રણ તબ્બકામાં કુલ 1,10,000 ની સહાય મળવા પાત્ર છે ત્યારે દીકરી જન્મદર માં વધારો થશે. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ કચેરી ખાતે ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજ આપીને સરળતાથી આ યોજનાનો મંજૂરી હુકમ પ્રાપ્ત થયો છે ત્યારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.