બ્લોક હેલ્થ મેળા અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ, ગાંધીનગર દ્વારા અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનરના અધ્યક્ષસ્થાને ‘બ્લોક હેલ્થ એન્ડ હેલ્થ વેલનેસ ડે’ અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વિડિયો કોન્ફરન્સમાં ભાવનગર જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલોવા તથા આરોગ્ય વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કલેક્ટર યોગેશ નિરગુડેએ ક્લસ્ટરવાઈઝ બ્લોક હેલ્થ મેળાના સુચારું આયોજન અને અમલ અંગે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ગ્રામ્ય સ્તરે આશા વર્કરો આ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી શકે છે. તેથી તેમને તે બાબતે જાગૃત કરી જિલ્લામાં વધુને વધુ લોકો આરોગ્ય સેવાઓ સાથે જોડાય તે માટે કલેક્ટર યોગેશ નિરગુડેએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આયુષ્માન કાર્ડ સહિતની આરોગ્ય સેવાઓનો લાભ વધુને વધુ લોકો લે તે બાબતે કાળજી લેવાં તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ વિડીયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર બી.જે. પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એે.કે. તાવિયાડ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment