હિન્દ ન્યુઝ, દિયોદર
અંતર્ગત ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્રારા ગુજરાત માં ૨૦૨૨ સુધી મેલેરિયા મુક્ત ગુજરાત બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી- ડો.દેવ ઇ.એમ.ઓ- ડો.હરિયાણવી તેમજ કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પી.એમ.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકા હેલ્થ વિભાગ દ્રારા લોકો માં વાહકજન્ય રોગ જનજાગૃતિ આવે તે હેતુસર ઝાલમોર પ્રા.આ.કે ના કાકરાડા ગામ માં ટિમ વાઇઝ સર્વે માં પોરનાશક કામગીરી આરોગ્ય શિક્ષણ તાવના કેશો નું નિદાન તેમજ આંગણવાડી ખાતે ડો.મનજીત રાવ દ્રારા OPD કરવામાં આવી, અને લેબોરોટરી ટેસ્ટ કરવામાં આવ્યા અને શાળા અને ગામમાં પોરા અને ગપ્પી માછલી વિશે ડેમો પ્રદશન દ્રારા માહિતી આપવામાં આવી તેમજ કોઈપણ તાવ જણાય તો નજીકના સરકારી દવાખાના નો સંપર્ક કરવો તેવી સલાહ આપવામાં આવી. આ પ્રોગ્રામ માં ટી.એચ.વી મેડમ ફિ.હે.સુ, ફી.હે.વ. બહેનો મ.પ.હે.વ. ભાઈઓ તથા સી.એચ.ઓ, એમ.ઓ. તેમજ આશા બહેનો અને ગામલોકો હાજર રહ્યા હતા.
આ પ્રોગ્રામ નું સફળ સંચાલન ઝાલમોર સુપરવાઇઝર- એમ.બી.રાઠોડ અને તાલુકા સુપરવાઈઝર જે.એલ.નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : કલ્પેશ બારોટ, દિયોદર