પાલિતાણામાં પોલિયો કામગીરી શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આજે પોલિયો રવિવાર છે. ત્યારે ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પોલીયોની ટીપાં પીવડાવવામાં આવશે.

તે અંતર્ગત આજે ભાવનગરના પાલીતાણા ખાતે બાળકોને પોલિયો પીવડાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં પાલિતાણા તાલુકાના ૧૪૭ બુથ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી છે. પાલિતાણા તાલુકાના ૨૩,૯૦૦ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.

આ કામગીરી માટે આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કરો, આશા વર્કરો જોડાયાં છે. છેવાડાના ગામડાઓ સહિત પોલિયોની કામગીરી કરાઈ રહી છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment