જામનગર, હિન્દ ન્યૂઝ
જામનગર તા.૦૧ સપ્ટેમ્બર, જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જઇ ધનવંતરી રથ દ્વારા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે, ગ્રેઇન માર્કેટ જામનગર ખાતે ધનવંતરી રથ દ્વારા ટેસ્ટ કરવાનું આયોજન કરાયું હતું. જેમાં કામગીરીની સમીક્ષા અને એક પણ વ્યક્તિ ટેસ્ટમાં બાકી ન રહી જાય તે હેતુથી જિલ્લા સમાહર્તા રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનરસતિષ પટેલએ કાર્યરત ધન્વંતરી રથોની મુલાકાત લીધી હતી.
આ રથ દ્વારા દર્દીઓને મળતી સેવાઓ જેવી કે, દર્દીઓને કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે, દર્દીઓના વિવિધ ટેસ્ટ જેવા કે બ્લડ શુગર, એન્ટીજન ટેસ્ટ, ઓક્સિજન લેવલની તપાસ વગેરે વિશે સ્થળ પર જઇ ચકાસણી કરી હતી. આ તકે, ગ્રેઇન માર્કેટના અગ્રણી જીતુભાઇ લાલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી બિપેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર