હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા
ખંભાળિયામાં આવેલા વેદ નવોદય એજ્યુકેશનના ઉપક્રમે તાજેતરમાં નવોદય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી પંકજભાઈ ભટ્ટ, ડૉ. નીલેશભાઈ ચાવડા, ભાયાભાઈ વસરા, ગોવિંદભાઈ બોદર, માનસીબેન વરૂ, અશ્વિનભાઈ વ્યાસ, ડૉ. વિજુબેન ચાવડા તેમજ પ્લે હાઉસના ટ્રસ્ટી હેતલબેન ભટ્ટ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો. આ ઉપરાંત વાલીઓ દ્વારા સંસ્થાના ટ્રસ્ટી નું શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : જયરાજ મખેચા, જામ ખંભાળિયા