તા.૨૮-૦૪-૨૦૨૨ જવાહર નવોદય વિધાલય ની ધો-6પ્રવેશ પરીક્ષા ની આયોજન બેઠક

હિન્દ ન્યુઝ, રાજપીપલા

રાજપીપલા સરકારી હાઈસ્કૂલ ખાતે જવાહર નવોદય વિધાલય જીલ્લા નર્મદા, ધોરણ 6ની પ્રવેશ પરીક્ષા ની આયોજન બેઠક મળી બેઠક ની શરૂઆત જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના નિરિક્ષક દારાસિગ વસાવા દ્વારા દિપ પ્રાગટ્ય કરી, અધ્યક્ષ સ્થાને કરવામાં આવી બેઠકમાં જીલ્લા ના તમામ તાલુકા ના ટી.પીઓ. હાજર રહ્યા હતા. તા.૩૦-૦૪-૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લાના કુલ 22 કેન્દ્ર પર પરીક્ષા યોજાનાર છે.

આ પરીક્ષા મા ફાળવેલ સેન્ટર સુપ્રિટેન્ડન્ટ, અને સેન્ટર લેવલ ઓબઝવર હાજર રહ્યા હતા અને જવાહર નવોદય વિધાલય ના પરીક્ષા કન્વિનર દ્વારા તમામ હાજર સી.એસ. અને સી.એલ.ઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું બેઠકમાં જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના નિરીક્ષક દારાસિગ વસાવા દ્વારા તમામ ને પરીક્ષા નુ સુચારુ આયોજન કરવા સલાહ આપવામાં આવી. સરકારી શાળા રાજપીપલા ના આચાર્ય પી.ડી.વસાવા હાજર રહ્યા હતા.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસદિઆ, રાજપીપલા

Related posts

Leave a Comment