હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ પાળીયાદ રોડ પર આવેલ એક ઔદ્યોગિક વિજ જોડાણ સ્થાનિક કચેરી બોટાદ શહેરે પી.વી.ફ-૨ દ્વારા તા.૨૧/૦૪/૨૦૨૨ ના રોજ ૧૦૦ કીવો નો વીજભાર ધરાવતા વિજ કનેકશનની ચકાસણી કરતા આ વિજ જોડાણમાં ગ્રાહક દ્વારા વિજ મીટરમાં ચેડા કરી વિજ ચોરી કરતા હોય તેવું જણાતા ગ્રાહકને ૯૩ લાખ રૂપિયાનું બીલ ફટકારવામા આવ્યું હતું. તેમજ માર્ચ તથા એપ્રિલ મહિનામાં બોટાદ વર્તુળ કચેરી હેઠળ વર્તુળ કચેરી ડ્રાઈવ તેમજ કોર્પોરેટ ડ્રાઈવ અંતર્ગત અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડા, ઢસા તેમજ પાળીયાદ પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમા ઘર વપરાશના, વાણીજ્ય હેતુના તેમજ ઔદ્યોગિક વિજ જોડાણૉ પોલીસ તેમજ એસઆરપી સાથે રાખી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ, જેમાં કુલ ૭૫૪૩ જેટલા વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા તેમાંથી કુલ ૧૨૪૦ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ/.૩૯૨ લાખની વીજ ચોરીના દંડ કટકારવામાં આવ્યા હતા. વધુમાં અધિક્ષક ઈજનેરના જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં વિજ ચોરીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે વિજ ચોરોનો વિજ ચેકિંગ માત્ર વહેલી સવારે આવે છે તેવો ભ્રમ ખોટો ઠેરકી સાંજના સમયે પણ વિજ જોડાણૉની તપાસણી કરવામાં આવી. શહેર થી દૂર એવા દુર્ગમ વિસ્તારોમાં હવેથી અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ ડ્રોન દ્વારા ખાણ વિસ્તારોમા વિજ ચેકિંગ કરવામાં આવશે હવે પછી રાત્રિ દરમ્યાન પણ વિજ ચેકિંગ કરવામાં આવશે તેમજ વીજચોરી ઝડપવાથી સઘન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજ ચોરોને બક્ષવામા નહી આવે જેથી વીજચોરોમાં ફફડાટ વ્યાપેલ છે, અધિક્ષક ઈજનેર દ્વારા બોટાદ જિલ્લાના પ્રજાજનોને વિજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ