હિન્દ ન્યુઝ, અમદાવાદ
કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે. જેને સાકાર કરવાના ઉદ્દેશથી વડાપ્રધાનએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ શરૂ કરી હતી. જેના લીધે કાચા મકાન ધરાવતા અને ઘરવિહોણા અનેક લોકોના ઘરના સ્વપ્નો સાચા થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાટણ જિલ્લાના હનુમાનપુરા ગામના વતની ઠાકોર દિનેશજીને પોતાના સ્વપ્નરૂપી ઘર મળ્યું છે. આ મકાન મળ્યાની ખુશીને પ્રસંગે ઠાકોર દિનેશજીએ જણાવ્યું હતું કે, પહેલા મારી પાસે કાચું મકાન હતું. જેનાથી શિયાળા અને ચોમાસામાં ખૂબ જ તકલીફ પડતી હતી. પરિવારના સભ્યો પણ હેરાન થઈ ગયા હતા. ત્યારબાદ મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની જાણકારી મળતાં મે ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ આ યોજના અંતર્ગત મારું મકાન પાસ થયું હ. જેના લીધે હવે મારો પરિવાર સુખ શાંતિથી આ નવા મકાનમાં રહી શકીએ છીએ તે માટે હું પ્રધાનમંત્રી સાહેબનો ખુબ ખુબ આભાર માનું છું. પાટણ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં ૯૫૪ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે જિલ્લાવાસીઓમાં ખુશીઓનો માહોલ સર્જાયો છે. જેથી લોકો કહી રહ્યા છે કે ખુશીઓનું નવું સરનામું એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના.