રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 25 જુનથી પરીક્ષા લેવાશે

રાજકોટ,

જ્યારે લોકડાઉનના કારણે અટકી પડેલી શૈક્ષણિક પ્રવૃતિઓ ફરી કાર્યરત બનવા જઈ રહી છે અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાતા રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 25મી જુનથી જે તે સ્નાતકની ડિગ્રી માટેના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને દરેક પરીક્ષા કેન્દ્રમાં મેડિકલ કોલેજના સહયોગથી એક ડોક્ટરને રાખવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીને પરીક્ષાખંડમાં પ્રવેશ આપતા પહેલા બોડી ટેમ્પરેચર માપવામાં આવશે. અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિદ્યાર્થીઓને હોમિયોપેથીની દવા તેમજ લીંબુ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જ્યારે ક્લાસરૂમ, પ્રશ્નપત્ર, ઉત્તરવહી પણ સેનિટાઈઝ કરવામાં આવશે. અને રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો ઉપરાંત જુદી-જુદી કોલેજમાં પણ કેન્દ્ર આપવામાં આવશે. પરંતુ મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષના સ્નાતકની ડિગ્રી માટેના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા તો લેવાઈ ચૂકી છે. ત્યારે હવે માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ એમફીલના ફાઈનલ યરના ફાયનલ સેમેસ્ટરની જ પરીક્ષા લેવામાં આવશે. ત્યારે આ પરીક્ષા અંતર્ગત અંદાજિત 7000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.

રીપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment