હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રોજના 1 લીટર દૂધની ચાથી શરૂ થયેલી સફર આજે 25 લીટર દૂધની ચા અને 60થી વધુ લોકોના સ્વાદિષ્ટ ભોજન સુધી પહોંચી છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના ‘આદ્યશક્તિ સખી મંડળ’ની બહેનો પોતાની રસોઈની કળાના માધ્યમથી નારી સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
જિલ્લા પંચાયતમાં કેન્ટીન દ્વારા પ્રત્યેક મહિલા ₹10,000 જેટલી આવક મેળવી માત્ર પોતાના પરિવારને ટેકો જ નથી આપી રહી, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહી છે.
