તાલાલાના ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, તાલાલા

   રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલાલા તાલુકાના ડી. એમ. બારડ શૈક્ષણિક સંકુલ, ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા પ્રેરિત આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અને વુમન એમ્પાવરમેન્ટ વિષય પર મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી.

દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રીમતી સોનલબેન રાઠોડે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના હેતુઓ તથા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મહિલાઓ માટે કાર્યરત સુરક્ષાલક્ષી સેવાઓ અને યોજનાઓ જેવી કે પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સહિતની સેવાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

Related posts

Leave a Comment