હિન્દ ન્યુઝ, પ્રભાસપાટણ
ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસપાટણના શ્રી સરકાર સદરે આવેલ સ.નં.૧૮૫૧ અને ૧૮૫ર વાળી જમીન/મિલકત પર કોઈ પણ ઈસમ/સંસ્થા/કંપનીએ પ્રવેશ કે દબાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હૂકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા. ૦૩/૦૮/૨૦૨૬થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
