‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વેરાવળના નાલંદા જ્ઞાન વિદ્યાલય ખાતે ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ‘મહિલા કલ્યાણ દિવસ’ સેમિનાર યોજાયો હતો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અને વુમન એમ્પાવરમેન્ટ વિષય પર વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિંતન ગોંડલિયા દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના હેતુઓ તથા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી મહિલાઓ માટે કાર્યરત સુરક્ષાલક્ષી સેવાઓ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલીકૃત યોજનાઓ વિશે તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
