હિન્દ ન્યુઝ, સૂત્રાપાડા
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરુરિયાત છે. ઝેરમુક્ત ખોરાક અને ઝેરમુક્ત જમીન છોડી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા શ્રી કારડીયા રાજપૂત સમાજની વાડી, પ્રશ્નાવડા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ હતી.
તાજેતરની સીઝનની પરિસ્થિતિ અનુસાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને અન્ય સરકારી ખેતીલક્ષી સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી યોજાયેલી આ કિસાન ગોષ્ઠિમા્ં પ્રાકૃતિક કૃષિને લગત સરકારની વિવિધ યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
