પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન કચ્છનું છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્ર

હિન્દ ન્યુઝ, કચ્છ 

🦩 છારી-ઢંઢની આસપાસ કુલ 283 પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, જેમાં વૈશ્વિક સ્તરે મહત્ત્વ ધરાવતા ‘ગ્રે હાયપોકોલિયસ’ સહિત 11 વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને 9 ‘નિયર થ્રેટન્ડ’ પ્રજાતિનાં પક્ષીઓનો સમાવેશ થાય છે, જે તેના ઊંચા સંરક્ષણ મૂલ્યને દર્શાવે છે.

🦩 રણ અને ઘાસનાં મેદાનોની વચ્ચે આવેલો જળપ્લાવિત વિસ્તારમાં એકસાથે બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળી જાય છે અને 187થી વધુ પ્રજાતિના પક્ષીઓ અહીં નોંધાયા છે; ખાસ કરીને એક જ સ્થળે 40,000થી વધુ કુંજ પક્ષીઓ જોવા મળે છે.

🦩 કચ્છ જિલ્લામાં આવેલ છારી-ઢંઢને ગુજરાતની પાંચમી રામસર સાઇટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે; અત્યાર સુધીમાં અહીં 52થી વધુ દેશોના પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે અને આ દેશોમાંથી નિયમિત રીતે આ વિસ્તારની જૈવ વિવિધતા જોવા માટે અહીં આવે છે.

Related posts

Leave a Comment