હિન્દ ન્યુઝ, નવસારી
આ પગલાં અપનાવી ખેડૂતો પાકને સુરક્ષિત કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે.
🔹 શેરડીના ખેતરમાં વધારાના પાણી નિતાર માટે યોગ્ય વ્યવસ્થા કરવી, જેથી જીવાતોના વિકાસને અટકાવી શકાય
🔹 શેરડીના ટોચ વેધક, ડૂંખ, સાંઠા, આંતર ગાંઠ વેધકના ઈંડાના સમૂહો એકઠા કરી નાશ કરવો, ઉપરાંત ઉપદ્રવવાળા છોડનો ઈયળ સહિત નાશ કરવો
🔹 નવસારી કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં વેધકોના ઈંડાના પરજીવી ટ્રાયકોગામાનો વ્યાપારી ધોરણે ઉછેર થાય છે, આ ટ્રાઈકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઈંડાંમાં પોતાનું ઈંડું મૂકી વેધકોના ઈંડાંનો નાશ કરે છે
🔹 રાસાયણિક જંતુનાશક દવાના વપરાશ દરમિયાન દવા પર આપવામાં આવેલા લેબલ મુજબ જે-તે પાક માટે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવી
