હિન્દ ન્યુઝ, વલસાડ
વાપીના દેસાઈવાડ રહેતા ૭૫ વર્ષીય પુરૂષ દર્દીનું કોવિડ- ૧૯ ના સેમ્પલ લઇ સ્ટરનીંગ એકયુરસી લેબ સુરત ખાતે ટેસ્ટિંગ માટે મોકલતા કોવિડ ૧૯ પોઝિટિવ માલુમ પડયા છે. આ દર્દીએ થોડા દિવસ પહેલા વિરમગામ- શંખેશ્વર ખાતે મુલાકાત લીધી હતી ત્યારબાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ અસરગ્રસ્ત વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને કોરોન્ટાઈન એક્ટીવીટી શરૂ કરી દેવામાં આવી છે. હાલ દર્દી વાપીની શ્રધ્ધા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
