હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં આગામી તા. ૨૯ મે થી તા. ૧૨ જૂન સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ બે કૃષિ રથ દરરોજ છ ગામમાં એમ ૧૫ દિવસમાં ૯૦ ગામમાં ફરીને ખેડૂતો સાથે સંપર્ક કરશે. આ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો તેમજ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.
હાલની પરિસ્થિતિમાં ટકાઉ ખેતી કેવી રીતે કરવી તે સંદર્ભે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ખેતી વિભાગ સાથે સંકળાયેલા તમામ વિભાગો સંકલન કરી કાર્યક્રમને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચતો કરાશે. આ કાર્યક્રમ દરમિયાન આત્મા વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીની પણ સ્થળ પર માહિતી આપવામાં આવશે.
