હિન્દ ન્યુઝ, ડાંગ
ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન “માહિતી અધિકાર સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગના માર્ગદર્શન હેઠળ આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય સભાખંડ ખાતે વર્યુઅલ માધ્યમથી વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
“સંવાદ-માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ” વિષય પર આયોજીત આ પરિસંવાદમાં રાજ્ય માહિતી કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પરિસંવાદમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને કાયદાના અસરકારક અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં ડાંગ જિલ્લાના તમામ વિભાગોના જિલ્લા/તાલુકા કક્ષાના જાહેર માહિતી અધિકારીશ્રીઓ અને પ્રથમ અપીલ સત્તાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પારદર્શક અને જવાબદાર વહીવટ માટે RTI એક્ટની જોગવાઈઓનું ચુસ્ત પાલન થાય અને અરજીઓનો સમયસર નિકાલ આવે તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
