હિન્દ ન્યુઝ, દાહોદ
તા. 29/10/2026 ના રોજ જિલ્લા પંચાયત, દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને CDPOશ્રીઓની માસિક રીવ્યુ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓનું સ્વાગત કરી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત અમલી વિવિધ યોજનાઓ તથા મહત્વના કામગીરી સૂચકાંકોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત, AVT head count, લાભાર્થી કવરેજ, FRS માધ્યમથી THR વિતરણ, આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ,બિલોના ચુકવણા,પૂર્ણ પોર્ટલ, પોષણ સંગમ, વોલ પેઇન્ટિંગ તથા આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં FRS માધ્યમથી THRનું વિતરણ દર મહિનાની 1 થી 5 મી તારીખ સુધીમાં 100% પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ CDPO તથા મુખ્ય સેવિકા દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત AVT એપ્લિકેશનમાં એન્ટ્રી ટાર્ગેટ મુજબ પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.
AVT Head count માં દરેક આંગણવાડી કેન્દ્ર રોજ ઓપનિંગ કરે તે માટે સીડીપીઓએ ખાસ મોનેટરીંગ કરવા તેમજ બાળકોની હાજરી ઓછી હોય તેવા કેન્દ્રોમાં મુલાકાત કરવા જણાવેલ છે. યોજનાકીય બિલોના ચુકવણા સમયસર થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
લાભાર્થી કવરેજ વધારવા તેમજ પોષણ સંગમ એપ્લિકેશનમાં 100% એન્ટ્રી પૂર્ણ કરાવવા પણ સૂચના આપવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં સ્ટંટિંગ બાળકોનું પ્રમાણ વધારે હોવાથી છેલ્લા ત્રણ મહિના ના ડેટા કાઢી આંગણવાડી કેન્દ્રની ક્રોસ વિઝિટ કરવા cdpoને સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત 30 તારીખના રોજ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પદાધિકારીના હસ્તે કરાવવા, પૂર્ણા પોર્ટલની એન્ટ્રી પૂર્ણ કરવા તથા આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતીની સ્ક્રુટીનીની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી તથા ICDS ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ દ્વારા ICDSની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ માટે અધિકારીઓ તથા કર્મચારીઓને જવાબદારીપૂર્વક અને સંકલિત રીતે કામગીરી કરવા પ્રેરણાદાય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
