વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો યોજાઈ રહી છે.જે અંતર્ગત કોડીનાર તાલુકાના દામલિ ગામે ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના રેકોર્ડેડ સંદેશ અને ગ્રામજનો અને મહાનુભાવોએ શપથ લેવામા આવ્યા હતા તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોએ લાભો એનાયત કર્યા હતા.

Related posts

Leave a Comment