હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
કોડીનાર તાલુકાના દામલી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. જેમાં શ્રી શાંતીબેન માનસિંગભાઈ સોલંકીએ “મેરી કહાની, મેરી જુબાની પીએમજેએવાય યોજનાનો લાભ મળતા પ્રતિભાવો વર્ણવ્યા હતા.
શાંતીબેને ગ્રામજનો અને મહાનુભવો સમક્ષ પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે, ખેત મજુરીના વ્યવસાય સાથે અમારો પરીવાર સંકળાયેલો છે. મને સાંધા પકડાય ગયા હતા અને એક દિવસ અચાનક હુ બેભાન થઈ ગઈ હતી મને હોસ્પિટલમા દાખલ કરાઈ હતી જ્યા સારવાર દરમિયાન ડોક્ટરે વાલની બિમારી છે તેમ જણાવ્યુ હતુ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ સંપર્ક કરતા પીએમજેવાય કાર્ડ વિશે માહિતી મળી હતી અને અને કાર્ડ કઢાવવામાં આવ્યુ હતુ ત્યારબાદ પીએમજેએવાય કાર્ડ પર પ્રાઈવેટ હોસ્પિટલમાં રાજકોટ ખાતે મફત સારવાર મેળવી હતી અને આર્થિક રીતે કોઈ અગવડતા પડી ન હતી. વધૂમા તેમણે સરકાર તરફથી યોજનાકીય લાભ મળવા બદલ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો