સંધ પ્રદેશ દીવ ના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રદેશની સરકારી હોસ્પિટલો અને શાળા ઓની સરપ્રાઈજ મુલાકાત લેતા અફરા તફરી મચી ગઈ

હિન્દ ન્યુઝ, દીવ

      દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલ તાજેતરમાં દીવની મુલાકાતે આવ્યા છે. તેણે પોતાના કટાક્ષ તીર વડે દીવ પ્રશાસનિક અધિકારીઓને આગાહ કર્યા હતા. અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પર 8 વર્ષ ના કાર્યકાળ દરમ્યાન આડેધડ વિકાસ ના નામે વિનાશ કરેલ પર જોરદાર પ્રહારો કરીને ખુલ્લી ચિમકી આપી હતી. આ સાથે દીવના ખરાબ રસ્તાઓ પર લોકો દ્વિચક્રી વાહન ચલાવીને કઈ પરિસ્થિતિમાં વાહન ચલાવે છે તેનો અનુભવ ખુદ દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે કર્યો હતો.

   સાંસદ ઉમેશ પટેલે ઉબર ખાબડ રસ્તાઓ વિશે પ્રદેશ ના લોકો ને બહેતર સુખ સુવિધા મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા પ્રશાસનિક અધિકારીઓ ને તાકિદ કરી હતી. સાંસદ ઉમેશભાઈ પટેલ ને પ્રદેશ ની સરકારી હોસ્પિટલો પ્રાથમિક સુવિધા નો અભાવ છે, તેમજ પ્રદેશ ના લોકો ને સ્વાસ્થય પ્રત્યે યોગ્ય જરુરી સારવાર નથી મળતી તેમજ સૌરાષ્ટ ની સારા માં સારી અને સુખ સુવિધા ના અતિ આધુનિક મોંઘા માં મોંઘા સાધનો પણ છે, પણ જરુરી ડોક્ટરો ની પણ મોટા પાયે ખામી હોવાને કારણે લોકોને દીવ ના સરકારી ડોક્ટરો ના લાગતા વળગતાં સ્નેહીજનો ની હોસ્પિટલો માં દીવ થી ઊના, કોડીનાર, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ ની ખાનગી હોસ્પિટલો માં રેફર કરવામાં આવે છે. અને દીવ ના સરકારી ડોક્ટરો કમિશન ખાય છે અને પોતાના પ્રાઈવેટ દવાખાના ખોલીને લોકોને ખુલ્લેઆમ લુટે છે. તેમજ દીવ થી વિદેશ તેમજ મર્ચંડ નેવી માં સીમેન તરીકે કામ કરવા જતાં લોકોને યલો ફિવર નામ નો એક ડોજ ( વેક્સીન ) આપવામાં આવે છે. તે વેક્સીન દીવ ના સ્થાનિકો ની જગ્યા એ ગુજરાત તેમજ અન્ય રાજ્ય ના લોકો ને આપવાથી દીવ ના સ્થાનિક લોકોને વિદેશ જવા માટે ઘણી મુશ્કેલી પડે છે. તેની ફરિયાદ મિડીયા ના પ્રતિનિધિઓની દ્વારા સાંસદ ઉમેશ પટેલ ને કરવામાં આવી હતી. તેમજ જે ઘોઘલા સ્થિત સરકારી હોસ્પિટલ માં ફર્જ બજાવતો આર.કે.એસ.કે પ્રોગ્રામ ઓફિસર માં વેક્સીન આપવાવાળો સરકારી કોંટ્રાક્ટ બેજ નો કર્મચારી આસિફ સમા જેના જુનાગઢ નો પોલિસ રેકોર્ડ માં તેના વિરુધ્ધ ફરિયાદ પણ નોધાયેલી છે, તે કર્મચારી આસિફ સમા દીવ ના લોકોની સાથે અમાનવીય વર્તન કરે છે અને એક ઘોઘલા નો વ્યક્તિ વેક્સીન લેવા અવેલો હતો તેને થપ્પડ પણ મારી હતી. તેની વિરુધ્ધ લેખિત ફરિયાદ કરવા છ્તાં તેના વિરુધ્ધ કોઈ ખાતાકીય કાનુની કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટા ઘોઘલા સરકારી હોસ્પિટલ ના ઇંચાર્જે આ સરકારી કોંટ્રાક્ટ બેજ નો કર્મચારીને લાખો રૂપિયા ની સરકારી સાધન સામગ્રી ખરિદ કરવાનો પાવર આપી દિધો છે. તેમજ દીવ ની સરકારી હોસ્પિટલ માં એક અમરેલી ગુજરાત નો વ્યક્તિ ગુજરાત પોલિસે દીવ થી દારૂ લઈને જતો હતો ત્યારે પક્ડીને જેલ હવાલો પણ કર્યો હતો તેવા પોલિસ ચોપડે ફરિયાદ નોધાયેલા લોકો પણ રાજકીય પીઠ ધરાવતાં લોકો પણ દીવ ની સરકારી હોસ્પિટલો માં વર્ષો થી કબ્જો જમાવી બેઠા છે. જે આ સાબિત કરે છે, કે દીવ અને ઘોઘલા ની સરકારી હોસ્પિટલો માં કેટલું લોલમ લોલ ચાલતું હશે. 

સાથે સાથે સાંસદ ઉમેશ પટેલે દીવ ના ઐતિહાસિક કિલા ની બાજુ માં આવેલ હાયર સેકેંડરી શાળા ની સરપ્રાઈજ મુલાકાત લેતા અફરા તફરી મચી ગઈ. પ્રશાસનિક અનેકો ખામીઓ સામે આવી. શાળા ચાલુ થયા ને કેટલા દિવસો વિતિ ગયા છે પણ હજી સુધી વિર્ધાર્થી ઓ માટે લેબોરેટરી ના ક્લાસ શરૂ કર વામાં આવ્યા નથી. કારણ કે આ શાળા ના ક્લાસ રૂમો ખુબજ દયનિય હાલત માં જર્જરિત છે, સિમેંટ કોંકરેટ ના અનેકો પોપડાઓ ખડી પડયા છે,મોટી જાનહાની ના કારણે તે જર્જરિત લેબોરેટરી ના ક્લાસ રુમ બંધ રાખીને વિર્ધાર્થીઓનું શિક્ષણ બગાડવામાં આવી રહ્યુ છે. દીવ ના કોઈ પણ ઉચ્ચ અધીકારીઓએ આ શાળા ના જર્જરિત ક્લાસ રૂમ ની મુલાકાત ન લેતા આખરે લોકોએ દમણ દીવ ના સાંસદ ઉમેશભાઈ પટેલ ને ફરિયાદ કરતાં સાંસદ ઉમેશ પટેલે દીવ ના ઐતિહાસિક કિલા ની બાજુ માં આવેલ હાયર સેકેંડરી શાળા ની સરપ્રાઈજ મુલાકાત લેતા અફરા તફરી મચી ગઈ. પ્રશાસનિક અનેકો ખામીઓ સામે આવતાં સાંસદ દીવ ના અધિકારીઓ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ઉપર લાલ્ધુમ થયાં હતા. સાંસદ ઉમેશ પટેલે મિડીયા ને જણાવ્યુ કે આવનારા દિવસો માં દમણ દીવ ની ગુંજ દિલ્હી માં ગુજશે.

રિપોર્ટર : વિજ્યલક્ષ્મી પંડયા, દીવ


Advt.

Related posts

Leave a Comment