રૈયાધાર સ્થિત ચાર માળિયા કવાર્ટર તથા રોણકી સ્થિત બી.એસ.યુ.પી આવાસ યોજના ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અન્વયે આવાસ યોજના વિભાગ દ્વારા રૈયાધાર સ્થિત ચાર માળિયા કવાર્ટર આવાસ યોજના ખાતે તથા રોણકી સ્થિત બી.એસ.યુ.પી આવાસ યોજના ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવેલ. ચેકિંગ દરમ્યાન પાંચ આવાસ સીલ કરવામાં આવ્યા, જેમાં રૈયાધાર સ્થિત ચાર માળિયા કવાર્ટસ ખાતે કુલ ૦૪ આવાસોમાં તથા રોણકી સ્થિત બી.એસ.યુ.પી આવાસ યોજના ખાતે ૦૧ આવાસમાં મુળ માલિકના સ્થાને અન્ય આસામીઓ રહેતા હોવાનું માલુમ પડેલ. આ તમામ ૦૫ આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Read More

સાવન એવન્યુ એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૨/૦૫/૨૦૨૩ નાં રોજ સાવન એવન્યુ એપાર્ટમેન્ટ, સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, આ મોકડ્રીલમાં અંદાજે ૨૦ થી ૨૫ રહેવાસીઓ જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર શ્રી ડી.ડી.ચાંચીયા, ફાયરમેન વિકાસ રાઠોડ, જીજ્ઞેશ ચૌહાણ, ડ્રાઇવર મનસુખભાઇ સોંદરવા તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને…

Read More