હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃતકાળમાં વિકસીત રાષ્ટ્ર તરીકે આગળ વધવાના ભારતના સંકલ્પમાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ર૯માં દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભ વડાપ્રધાનએ ગાંધીનગરના વલાદથી કરાવ્યો હતો. ‘ભારત મેં પરિવર્તનકારી શિક્ષા કે કેન્દ્ર મેં શિક્ષક’ વિષયવસ્તુ સાથે યોજાઇ રહેલા આ અધિવેશનમાં વડાપ્રધાનએ ગુજરાતમાં શિક્ષકો સાથેના તેમના અનુભવોને યાદ કરતાં જણાવ્યું કે ગુજરાતના શિક્ષકો સાથેના અનુભવો રાષ્ટ્રીયસ્તરે શિક્ષા નીતિના ઘડતરમાં તેમના માટે દિશાદર્શક બન્યા છે. ‘હું આજીવન વિદ્યાર્થી છું’ તેવું ગૌરવભેર જણાવતાં વડાપ્રધાનએ શિક્ષકોની મહત્તા દર્શાવતા કહ્યું કે આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવાના…
Read MoreDay: May 12, 2023
એઈમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ. એ.) દ્વારા રાજકોટ જિલ્લાના ત્રંબા ખાતે સીવણ અને સેલ્ફ ડિફેન્સ તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ એઈમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ. એ.)નાં સ્થાપક મુકેશભાઈ વાસાણીની વતન પ્રત્યેની લાગણી અને વતન પ્રત્યેનું ઋણ ચૂકવવાના ઉમદા હેતુ સાથે રાજકોટ જિલ્લાના ત્રંબા ખાતે એજ્યુકેશન, સેલ્ફ ડિફેન્સ, સ્કીલ ડેવલોપમેન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો સંસ્થા મારફત શરૂ કરવાનું બીડું ઝડપ્યું છે. જેના અનુસંધાને ફેબ્રુઆરી 2023 થી ત્રંબા ખાતે આરોગ્ય, સેલ્ફ ડિફેન્સ અને સીવણ તાલીમના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. હાલ સીવણ તાલીમ અને સેલ્ફ ડિફેન્સ તાલીમ વર્ગો પૂર્ણ થતા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમાપન કાર્યક્રમમાં અમેરિકા સ્થિત સંસ્થાનાં શ્રીમતિ ભાનુબેન વાસાણી, શ્રી…
Read Moreમહિલાને હેરાન કરનાર બોયફ્રેન્ડનું અભયમ ૧૮૧એ રોમિયાપણું કાઢ્યું
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં અભયમ ૧૮૧ દ્વારા મહિલાને હેરાન કરતા પુરુષમિત્રને પાઠ ભણાવામાં આવ્યો છે. છેલ્લા છ થી સાત વર્ષથી મહિલા અને એક પુરુષમિત્ર સાથે પ્રેમ સબંધમાં હતી. પરંતુ મહિલાના અન્ય જગ્યાએ સબંધ માટે વાત આવતા તેણીનીએ બોયફ્રેન્ડ સાથે સબંધ રાખવાની ના પાડી હતી અને ૧૫ દિવસથી વાતચીત પણ બંધ કરી દિધી હતી.પરંતુ મહિલા કોઈ કામ અર્થે પુરુષમિત્રના ગામથી પસાર થતી હતી અને તેનો હાથ પકડી લઈ રસ્તાની વચ્ચે જ “તુ મારી છે. મારે તારી સાથે જ લગ્ન કરવાના છે એમ કહી હોબાળો કર્યો હતો. આ પરિસ્થિતિનુ નિર્માણ થતાં…
Read Moreરાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની સરાહનીય કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે સતત પ્રયાસશીલ છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં અનુસૂચિત જાતિના સર્વાંગી ઉત્કર્ષ માટે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા નાગરિકોને મદદરૂપ થવા માટે નમૂનેદાર કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક સી. એન. મિશ્રાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિના લોકોએ સરકારી લાભો મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે. વર્ષ ૨૦૨૨-‘૨૩માં રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના ૧૩૯૭ લોકોને બારકોડેડ જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર મેળવવા…
Read Moreભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ સમર કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ સાયન્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા કરતા ગણિત, વિજ્ઞાન, એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકશે. કુલ ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં પ્રથમ કેમ્પ ૧૭-૧૯ મે ૨૦૨૩, બીજો કેમ્પ ૨૪-૨૬ મે ૨૦૨૩ અને ત્રીજો કેમ્પ ૩૧ મે થી ૨ જુન ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવશે. દરેક કેમ્પ ત્રણ દિવસનો રહેશે જેમાં…
Read More100.04 લાખનાં ખર્ચે નિર્માણ થયેલ પાટણ શહેર-1 અને 2 પેટા વિભાગીય કચેરીઓનું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનાં હસ્તે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, અમદાવાદ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈનાં વરદ હસ્તે પાટણમાં વીજ કંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરીઓ પાટણ શહેર-1 અને 2 નું 100.04 લાખનાં ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. મંત્રીએ રીબીન કાપીને 600 ચો.મી. બાંધકામ એરિયા સાથેનાં આ અદ્યતન નવીન મકાનને ખુલ્લું મૂક્યું હતુ. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આયોજીત આજના લોકાર્પણ કાર્યક્રમમાં પાટણ શહેર-1 અને શહેર-2 ની પેટા વિભાગીય કચેરી દ્વારા શહેરમાં 68757 જેટલા વીજ ગ્રાહકોને 30 ફીડરો દ્વારા અવિરત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. અગાઉ વીજ સંબંધિત પ્રશ્નો માટે પાટણનાં લોકોને મહેસાણા જવું પડતું હતુ…
Read Moreજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બોટાદ હસ્તકની ગઢડા તાલુકાની કેટલીક શાળાઓ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બોટાદ હસ્તકની ગઢડા તાલુકાનીની અનિડા (કેંદ્ર નં-૧૧), વિકળીયા (કેન્દ્ર નં-૧૬), પાડાપાણ (કેંદ્ર નં-૩૯), ભીમડાદ કન્યા શાળા (કેંદ્ર નં-૪૧), સીતાપર (કેંદ્ર નં. ૩૪), નવા રાજપીપળા(કેંદ્ર નં-૯૧), પ્રાથમિક શાળા તા.ગઢડા, જિ.બોટાદ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂક માટે સને ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક વર્ષ માટે કામચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. એસ.એસ.સી પાસ હોય તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેઓની લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ તથા સ્થાનિક ગામનો રહીશ હોવો જોઇએ. વિધવા તેમજ ત્યકતા…
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજનાના સંગાથે કિલ્લોલ કરતો બોટાદનો વડદરિયા પરિવાર
હિન્દ ન્યુઝ, બોટાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સંગાથે રાજ્યભરમાં અનેક જરૂરિયાતમંદ પરિવારોને પાકું ઘર મળ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામના લાભાર્થી જીવરાજભાઈ વડદરિયા સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના પરિવારમાં નાના – મોટાં મળીને કુલ 22 સભ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતાં હવે તેઓ પાકાં મકાનમાં રાજીખુશીથી રહી રહ્યા છે. લાભાર્થી જીવરાજભાઈના પૌત્ર સમીરભાઈ વડદરિયાએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, અત્યાર સુધી અમે કાચાં મકાનમાં રહેતા ત્યારે ખૂબ તકલીફ પડતી, મારી સાથે મારા ભાઈઓ – બહેનોના અભ્યાસમાં પણ તેની માઠી અસર થતી, પરંતુ હવે અમને…
Read Moreતા. 12 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વન-વે લીંકથી 66 ગ્રામ પંચાયતો સાથે જોડાશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર તા.12મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસો અને અન્ય વિભાગો દ્વારા બનાવવામાં આવેલ આવાસોના ઇ-લોકાર્પણ, ખાતમુહુર્તનો કાર્યક્રમ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના 66 ગ્રામ પંચાયતોમા વન-વે કનેક્ટીવીટીથી લોકાર્પણના 247, અને ખાતમુહર્તના 3332 લાભાર્થીઓ પણ જોડાનાર છે. કાર્યક્રમમા જિલ્લાના 66 ગ્રામ પંચાયતોમા વન-વે લીંકથી સરપંચઓ, સભ્યઓ તેમજ તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ પણ જોડાનાર છે. જેમા કાર્યક્રમના સ્થળે લોકાર્પણ થનારા આવાસોની ચાવીની પ્રતિકૃતી લાભાર્થીઓને વિતરણ કરવામા આવનાર છે. ડાંગ…
Read Moreનારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના લગ્ન સહાયમાં નોંધપાત્ર વધારો : મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા
હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું છે કે, નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના પુન:જીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય રૂ. ૨૦,૦૦૦/- થી વધારી રૂ. ૧,૫૦,૦૦૦/- નો નોંધપાત્ર વધારો કરવાની અંદાજપત્રમાં જાહેરાત કરી હતી. અંદાજપત્રમાં કરાયેલ જાહેરાતનો ત્વરિત અમલ કરી ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની દિકરીને મંત્રી ભાનુબેનના હસ્તે આજે ઓનલાઈન સહાય ચૂકવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને આર્થિક ઉત્થાન માટે અનેકવિધ…
Read More