જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બોટાદ હસ્તકની ગઢડા તાલુકાની કેટલીક શાળાઓ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બોટાદ હસ્તકની ગઢડા તાલુકાનીની અનિડા (કેંદ્ર નં-૧૧), વિકળીયા (કેન્દ્ર નં-૧૬), પાડાપાણ (કેંદ્ર નં-૩૯), ભીમડાદ કન્યા શાળા (કેંદ્ર નં-૪૧), સીતાપર (કેંદ્ર નં. ૩૪), નવા રાજપીપળા(કેંદ્ર નં-૯૧), પ્રાથમિક શાળા તા.ગઢડા, જિ.બોટાદ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂક માટે સને ૨૦૨૩-૨૪ ના શૈક્ષણિક વર્ષ માટે કામચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. એસ.એસ.સી પાસ હોય તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેઓની લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ તથા સ્થાનિક ગામનો રહીશ હોવો જોઇએ. વિધવા તેમજ ત્યકતા બહેનોને અગ્રતા આપવામાં આવશે. નિયત અરજી પત્રક મામલતદાર કચેરી-ગઢડા ખાતેથી કચેરી સમય દરમિયાન વિનામૂલ્યે મેળવી શકાશે. લાયકાત ધરાવતાં ઉમેદવારોએ તા.૨૫/૦૫/૨૦૨૩ સુધીમાં નિયત ફોર્મમાં અરજી કરી અત્રે મામલતદાર કચેરી, ગઢડા ખાતે આ મુજબના પ્રમાણપત્રો-આધાર પુરાવા સાથે રજૂ કરવી. જન્મનું પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એસ.એસ.સી પાસ કર્યાનું પ્રમાણપત્ર તથા છેલ્લી શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ તથા આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિધવા અને ત્યક્તા હોવાના અધિકૃત અધિકારીના પ્રમાણપત્ર અથવા પુરાવા, અન્ય કોઇ લાયકાત અથવા અનુભવ ધરાવતા હોય તો તે અંગેનુ પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ. (ઉક્ત તમામ પ્રમાણપત્ર તથા આધાર-પુરાવાની પ્રમાણિત નકલ રજૂ કરવી.) શિક્ષણ વિભાગના તા.૦૩/૧૦/૨૦૧૬ના ઠરાવ ક્રમાંક: મભય/૧૦૨૦૧૬/૪૧૫૧૪૧/આર,ની જોગવાઇઓ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા તે મુજબ અમલવારી કરવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર ઉપર મળેલી આ નિમણૂક સરકારી કે પંચાયત સેવામાં ગણાશે નહીં, અને આ નિમણૂક ખંડ સમયની ઉચ્ચક વેતનવાળી હંગામી અને વગર નોટીસે છુટા કરી શકાશે તેવી રહેશે. લાયકાત નહીં ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી નહીં. નિમણૂક અંગેના તમામ અધિકાર અત્રેને અબાધિત છે તેમ મામલતદાર, ગઢડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment