પ્રધાનમંત્રી આવાસ યોજનાના સંગાથે કિલ્લોલ કરતો બોટાદનો વડદરિયા પરિવાર

હિન્દ ન્યુઝ, બોટાદ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના સંગાથે રાજ્યભરમાં અનેક જરૂરિયાતમંદ પરિવારોને પાકું ઘર મળ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામના લાભાર્થી જીવરાજભાઈ વડદરિયા સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના પરિવારમાં નાના – મોટાં મળીને કુલ 22 સભ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતાં હવે તેઓ પાકાં મકાનમાં રાજીખુશીથી રહી રહ્યા છે. લાભાર્થી જીવરાજભાઈના પૌત્ર સમીરભાઈ વડદરિયાએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, અત્યાર સુધી અમે કાચાં મકાનમાં રહેતા ત્યારે ખૂબ તકલીફ પડતી, મારી સાથે મારા ભાઈઓ – બહેનોના અભ્યાસમાં પણ તેની માઠી અસર થતી, પરંતુ હવે અમને આવાસ યોજના થકી પાકા મકાનનો લાભ મળતાં અમારા અભ્યાસમાં પણ ઘણો લાભ થઈ રહ્યો છે.” વડદરિયા પરિવારમાં 4 વર્ષની ઉંમરના સભ્યથી માંડી 75 વર્ષની ઉંમર સુધીના સભ્યો છે. સરકારના સથવારે વડદરિયા પરિવારને પાકું મકાન મળતા પરિવારના તમામ સભ્યો સાથે મળીને એક જ છત નીચે તમામ ઉત્સવોની ઉજવણી કરે છે. સરકારએ પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી ઉમદા યોજના થકી વડદરીયા પરિવારની જૂની પેઢી અને નવી પેઢીનું ભાવિ સુનિશ્ચિત કર્યુ છે. બોટાદ જિલ્લાના ચારણકી ગામનો હસતો- રમતો કિલ્લોલ કરતા વડદરિયા પરિવારના તમામ સભ્યો સરકારનો આભાર માની રહ્યો છે.

Related posts

Leave a Comment