ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની સાત હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ

            તા. ૦૬-૦૧-૨૦૨૧, ગુજરાત સરકારની સુચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે તા. ૦૬-૦૧-૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે શહેરની સાત હોસ્પિટલોએ વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેકટીકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

        શહેરમાં જે સાત હોસ્પિટલોએ મોકડ્રીલ કરવામાં આવી હતી તેમાં (૧) મધુરમ હોસ્પિટલ ખાતે સેન્ટ્રલ ઝોન ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૨) સિનર્જી સ્ટાર હોસ્પિટલ, મવડી રોડ ખાતે મવડી ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૩) સિનર્જી હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રેલનગર ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૪) સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે રામદેવપીર ચોકડી ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૫) વોકહાર્ડ હોસ્પિટલ ખાતે કાલાવડ રોડ ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૬) જે.જે. પટેલ હોસ્પિટલ, કોઠારીયા રોડ ખાતે કોઠારીયા ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા અને (૭) કામદાર રાજ્ય વિમા યોજના હોસ્પિટલ, દૂધસાગર રોડ ખાતે બેડીપરા ફાયર સ્ટેશન દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.

          આ મોકડ્રીલની કામગીરી ગુજરાત સરકાર અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની આજ્ઞાનુસાર ડે. ફાયર ઓફિસર બી.જે.ઠેબા, સ્ટેશન ઓફિસર ફિરોઝ ખાન, રાજેન્દ્ર ભટ્ટી, જાહિરખાન, કિરીટ કોહલી, અમિત દવે, લીડિંગ ફાયરમેન અશોકસિંહ ઝાલા, રાહુલ જોષી, પરેશભાઈ ચુડાસમા, જયેશભાઈ તથા તમામ ફાયર શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment