રાજકોટ ખાતે આજના યુગમાં પણ ઉમદા કામગીરીની ઓળખ

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીએ રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો મળેલો મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યો

 

હિન્દ ન્યુઝ, રાજકોટ

             તા. ૦૬, આજના યુગમાં ઈમાનદાર માણસોની ઓળખ મળવી ખુબ જ મુશ્કેલ બની ગઈ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખાના સફાઈ કર્મચારી તુલસીભાઈ વાણીયાએ પોતાને મળેલો રૂ. ૧૨,૦૦૦/- ની કિમતનો મોબાઈલ ફોન મૂળ માલિક ડો. નિપુણ બુધ્ધાને પરત કરી પોતાની ઈમાનદારી પ્રકાશિત કરી હતી.

       તા. ૨૩-૧૨-૨૦૨૦ ના રોજ લાઈફ કેર ક્લીનીકના ડો. નિપુણ બુધ્ધા પોતાના ઘરેથી કામ માટે બહાર નીકળેલ હતા તે દરમ્યાન વૈશાલીનગર શેરી નં. ૧૦ માં તેમનો રૂ. ૧૨,૦૦૦/- ની કિમતનો મોબાઈલ પડી ગયો હતો. તેમને મોબાઈલ પડ્યાની જાણ થતે તુર્ત જ પોતાના મોબાઈલમાં કોલ કરતા ફોન  તુલસીભાઈએ ઉપાડ્યો અને ડો. નિપુણને જવાબ આપ્યો કે ‘ સાહેબ, તમારો મોબાઈલ મારી પાસે છે, આપ આવીને લઇ જાઓ… ’ ત્યારબાદ ડો. નિપુણ સ્થળ પર પહોંચ્યા અને શ્રી તુલસીભાઇએ તેમને મોબાઈલ પરત આપ્યો અને ડો. નિપુણએ સફાઈ કર્મચારી તુલસીભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

              આજના યુગમાં આ પ્રકારની ઈમાનદારી દેખાડનાર માણસો ખુબજ ઓછા જોવા મળે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોબાઈલને સુરક્ષિત મૂળ માલિકને પરત પહોંચાડવા બદલ તુલસીભાઈ વાણીયાનો ખુબ ખુબ આભાર માન્યો હતો અને ઈમાનદારીની પ્રશંસા કરી હતી.

Related posts

Leave a Comment