કાજલ મહેરિયા થરાદ પોલીસમાં હાજર થયાં, જામીન પર મુક્ત કરાયાં

હિન્દ ન્યૂઝ

               તાજેતરમાં શોશ્યલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં લોકગાયિકા કાજલ મહેરીયા દ્વારા થરાદ તાલુકાના કેશરગામના નાગજીભાઇ સોનાજી નાઇના પુત્ર પ્રવિણભાઇનાં તા.૨૯ / ૧૧ / ૨૦૨૦ ના રોજ યોજાયેલ લગ્નના પ્રસંગમાં રાસગરબાની રમઝટ મચાવવામાં આવી હતી. આથી પોલીસે નાગજીભાઇ નાયી સામે રાસંગરબાનું આયોજન કરીને લોકગાયિકાને આમંત્રણ આપી તથા લોકગાયિકા કાજલ મહેરીયા સામે આમંત્રણના આધારે આવીને લગ્નસમારંભમાં જાહેરમાં લોકોની ભીડમાં ગીતો ગાઇ જાહેરનામાનોભંગ કર્યો હતો. તેમજ માસ્ક અને સોશિયલ ડિટેનન્સ ન રાખી કોરોના જેવી ભયંકર મહામારીનો ચેપ લાગી શકે તેવા પ્રકારનું બેદરકારી ભર્યું કૃત્ય કરી સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન બદલ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આથી થરાદ પોલીસે તેમને નોટીસ આપીને પોલીસ મથકમાં બોલાવ્યા હતા. આ અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે કાજલ મહેરિયા મંગળવારે પોલીસ મથકમાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમને જામીન પર મુક્ત કર્યા હતા.

રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી

Related posts

Leave a Comment