જિલ્લા વહીવટી તંત્રની વારસાઈ ઝુંબેશ અન્વયે ચાલુ વર્ષે કુલ ૮૨૬૭ વારસાઇ નોંધણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

     વડોદરામાં બીજલ શાહે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળ્યા બાદ સુઓમોટો વારસાઈ ઝુંબેશ હેઠળ ડોરસ્ટેપ સુધી જઈને વારસાઈની એન્ટ્રી કરવા પર ખાસ ભાર મૂક્યો છે. જે અન્વયે જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો જિલ્લાનાં દરેક ગામોમાં ઘરે ઘરે જઈને ચાલુ વર્ષે કુલ ૮૨૬૮ વારસાઇ નોંધણી કરાવીને વારસાઈ ઝુંબેશ હાથ ધરી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે તા.૨૯મી નવેમ્બર સુધીમાં કુલ ૮૨૬૮ વારસાઈ નોંધ મળી છે. જિલ્લા કલેક્ટર શ્રી બીજલ શાહે વારસાઈ નોંધણીને ઝુંબેશ રૂપ આપતા વડોદરા શહેર અને જિલ્લામાંથી કુલ તા.૧૨ ફેબ્રુઆરી થી તા.૩૧ માર્ચ સુધીમાં ૩૦૩૮ વારસાઈ નોંધ મળી હતી. ત્યાર બાદ એપ્રિલમાં ૬૩૯, મે માં ૬૧૯, જૂન માં ૬૪૮, ઓગસ્ટ માં ૬૬૫, સપ્ટેમ્બરમાં ૭૭૪, ઓક્ટોબરમાં ૧૨૬૪ અને નવેમ્બર માસમાં ૬૨૧ વારસાઈ નોંધ મળી છે.

તેવી જ રીતે મામલતદાર કચેરી પ્રમાણે જોઈએ તો વર્ષ દરમ્યાન સાવલીમાં ૧૩૮૮, વડોદરામાં ૧૩૨૨, વાઘોડિયામાં ૧૧૬૯, ડભોઇમાં ૧૨૦૪, પાદરામાં ૧૭૨૧, કરજણમાં ૧૦૧૫, શિનોરમાં ૫૧૭, ડેસર માં ૬૭૪, વડોદરા શહેર ઉત્તરમાં ૬૬, દક્ષિણમાં ૧૦૦, પૂર્વમાં ૪૪ અને પશ્ચિમમાં ૧૬ વારસાઈ નોંધણી કરવામાં આવી છે.

Related posts

Leave a Comment