હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર હિન્દુ સેના દ્વારા તા. 21-7-2025 નાં સોમવાર રાત્રે 9.30 થી 10.30 હિન્દુ સેના કાર્યાલય, વિશાલ કોમ્પલેક્ષ, 13 દિગ્વિજય પ્લોટ, અંબિકા ડેરી સામે, જામનગર ખાતે જવાબદારો, હોદ્દેદારોની બેઠક રાખેલ છે. જેમાં શ્રાવણ માસ નિમિત્તે સંગઠનાત્મક કાર્યક્રમો, ગૌચરની જમીનો છોડાવવા માટેની લડત, મહિલાઓ બહેનોને હિન્દુ સેના માં કાર્યરત કરવી, આરોગ્ય તેમજ શિક્ષણને લગતા પ્રશ્નોની વ્યવસ્થા સહિત ના મુદ્દા પર નિર્ણય લેવા માટે હિન્દુ સેના જવાબદાર સૈનિકોની અગત્યની તાત્કાલીન બેઠક રાખેલ છે. જે બેઠક માં શહેર સંયોજક દીપક પિલ્લાઈ, શહેર મંત્રી જીતુભાઈ ગાલા અને જિલ્લા સંયોજક રોહિત ચોહાણ ની ઉપસ્થિતિમાં પૂર્ણ કાલીન કિશન નંદા બેઠક લેશે.
આ બેઠક સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન અને વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી ના અધ્યક્ષ સ્થાને રહેશે. વિશેષ માર્ગદર્શન ગુજરાત પ્રદેશ સંયોજક પ્રતિક ભટ્ટ દ્વારા અપાશે. આ અગત્યની તાત્કાલિક આયોજન બેઠક માં જવાબદારો એ ખાસ ઉપસ્થિત રહેવા સૂચના અપાઇ છે.
