શ્રાવણ માસમાં ખાણી પીણીની હોટલો લારીઓ પર ઓળખ છુપાવી હિન્દુ નામ રાખનારથી સાવધાન કરતી ‘હિન્દુ સેના’

હિન્દ ન્યુઝ, જામનગર

    શ્રાવણ માસમાં પવિત્રતા જાળવવા નોનવેજ પર પ્રતિબંધ મૂકવા તેમજ અન્ય ધર્મના લોકો દ્વારા ઓળખ છુપાવી હિન્દુ નામ રાખી ચલાવતા ધંધા પર રોક લગાવવા હિન્દુ સેનાએ સરકાર પાસે કરેલી માંગણી.

     ગુજરાતમાં ઘણા સમયથી ગલીએ ખાંચે અને મુખ્ય સ્થાનો પર તેમજ મંદિરોની આસપાસ નોનવેજ, ઈંડાકલી, મટન મચ્છીની દુકાનો, લારીઓના રાફડા ફાટયા છે. શ્રાવણ માસ આવી રહ્યો છે અનેક તહેવારો શ્રદ્ધાપૂર્વક ઉજવવાના હોય તેમ જ લોકોની શ્રદ્ધા અને પવિત્રતા જળવાઈ રહે તે સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગંભીરતા દાખવવી જોઈએ, નાની ગલીઓથી મોટા રસ્તા પર હિન્દુઓના નામ ઉપર અન્ય ધર્મના લોકો જેમ કે મીઠાઈ, ફરસાણ, ફરાળી વસ્તુઓ તેમજ અન્ય ખાવાની ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે પરંતુ અન્ય ધર્મના લોકો દ્વારા હિન્દુ ધર્મ પર દુકાન લારીઓના નામ રાખી હિન્દુ ધર્મની શ્રદ્ધા, પવિત્રતા ભ્રષ્ટ કરે છે. આ એક ધાર્મિકતા સાથે જોડાયેલ શ્રદ્ધા હોય અને જે ભ્રષ્ટ થતી હોય ત્યારે અગાઉથી જ નાની ગલી થી માંડી હાઇવે રસ્તા પર હિન્દુના નામે ચલાવવાથી હોટલો, દુકાનો, ફરસાણની દુકાનો, મીઠાઈ ની દુકાનો, ખાણીપીણીની અનેક દુકાનોને તપાસી તત્કાલીક નામ બદલી આપવા મુખ્યમંત્રી દ્વારા આદેશ મળે તેવી હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ દ્વારા સરકાર શ્રી પાસે વિનંતી કરવામાં આવી છે.

       યુ.પી. અને દિલ્હીમાં પણ શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રા ચાલતી હોય અને અનેક એવા નામ બદલી યાત્રા ભ્રષ્ટ કરવાનું તેમ જ પવિત્રતાને આંચ પહોંચે તેવા પ્રયત્નો ભૂતકાળમાં પણ બનેલા છે અને હિન્દુ સેનાએ તેમની સામે અવાજ ઉઠાવ્યો હતો. તો આપણા ગુજરાતમાં પણ આવા બનાવો ન બને અને પવિત્રતા જાળવવા તેવા અગમચેતીના પગલાં લેવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ચોક્કસ કાર્યવાહી થાય તેવી ગુજરાત હિન્દુ સેનાની માંગણી છે.

રિપોર્ટ : પ્રતીક ભટ્ટ, જામનગર

Related posts

Leave a Comment