રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ ભારતીય બનાવટની એપ્લિકેશન મેદાનમાં આવી ગઇ છે. ચાઈનીઝ છોડી લોકો ભારતીય બનાવટની એપ્લિકેશન અપનાવી રહ્યા છે. આ ટીક-ટોક જેવી એપ્લિકેશન રાજકોટના યુવાને બનાવી છે. ચા-ચા-ચા નામની બનાવી એપ્લિકેશન. ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલ હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત ૨૦ સૈનિકોના મૃત્યુ થયા હતા. જે બાદ ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સ્ટ્રાઈકના ભાગરૂપે ચાઇનાની ૫૯ જેટલી એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે ૫૯ એપ્લિકેશનમાં નાનેરા થી લઈ મોટેરા સુધી સૌ કોઈમાં પ્રખ્યાત એવી tiktok એપ્લિકેશન પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેના કારણે હવે લોકો ભારતીય બનાવટની tiktok પ્રકારની જે એપ્લિકેશનને પણ આવકારી રહ્યા છે. રાજકોટના એક યુવાને આ જ પ્રકારની એક મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરી છે. એપ્લીકેશન ડેવલોપ કરનાર જયેશ વસાણીએ જણાવ્યું હતું કે તેમની એપ્લિકેશનમાં હાલ tiktok માં જેટલી પણ ફેસેલીટી આપવામાં આવતી હતી. તે તમામ ફેસેલીટી આપવામાં આવી રહી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ