કોડીનાર-જામવાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    માર્ગ અને મકાન વિભાગની ટેકનીકલ સ્ટાફની મુલાકાત દરમિયાન કોડીનાર-જામવાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજનું નિરીક્ષણ કરતા આ બ્રીજની હાલની સ્થિતિ નબળી જણાય છે. જેથી આ સ્ટ્રકચર પરથી ભારે વાહનો ચલાવવા માટે પ્રતિબંધ કરવા સુચન કરાયું હતું. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકાયો છે.

આ જાહેરનામાં અનુસાર આ પુલની ચકાસણી કરતા ભારે વાહનો તે પુલ પરથી પસાર થઈ શકે તે સ્થિતિમાં ન હોય અને જો ભારે વાહન પસાર કરવામાં આવે તો મોટી દુર્ઘટના(જાનહાની) થવાની સંભાવના હોય આગમચેતીના ભાગરૂપે સદરહુ માઈનોર બ્રીજનું સમારકામ ન થાય અથવા તો નવુ બાંધકામ ન થાય ત્યાં સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.

કોડીનાર-જામવાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજ પરથી નીચેના વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મુકાયો છે તેમજ આ જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવેલ વાહનોના વૈકલ્પીક રૂટ તરીકે (૧) કોડીનાર-પ્રાંચી-માધુપુર-તાલાલા થઈ તેમજ (૨) કોડીનાર-ઉના-રાજુલા-અમરેલી થઈ આવવા-જવાનું રહેશે.

મહત્તમ ૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના તમામ વાહનો, ૭૫૦૦ કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા તમામ ટ્રાન્સપોર્ટ એન્ડ નોન ટ્રાન્સપોર્ટ વાહનો ઉપરાંત શાળાકીય વાહનો કે જેમાં વિદ્યાર્થીઓનું પરીવહન થતું હોય તેવા વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામુ બહાર પડયા તારીખથી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

સમાચાર સંખ્યા- ૭૨૯

Related posts

Leave a Comment