હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોય અને ડો બરૂઆના માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકા ખાતે કોડીનારની આશાવર્કર્સ બહેનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ.દીપક પરમાર દ્વારા ટીબી, રક્તપિત, એચઆઈવી, આભા કાર્ડ તેમજ એસબીસીસી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ મિટિંગમાં તાલુકા આરોગ્ય ઓફિસર ડોક્ટર પઢિયાર તેમજ ડો. કામળિયા અને DSBCC ટી. આઇ.શેખ, તાલુકા સુપરવાઇઝર બારડભાઈ, STS અજીતભાઈ ચાવડા, STLS જોષીભાઈ, PHC સુપરવાઇઝર રમેશ ભાઇ, MPHW તેજસ ભાઈ વગેરે આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો.
Read MoreDay: May 9, 2023
વેરાવળ નગરપાલિકાના હોલમાં સિટી ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન અંગે યોજાઈ મિટિંગ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ તાલુકાના નગરપાલિકાના હોલમા તારીખ ૦૫/૦૫/૨૦૨૩ના રોજ CTFI (City task force immunization)ની મિટિંગ યોજવામાં આવેલ. જેમાં નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, નગરપાલિકાના ચીફ ઓફિસર દેવેન્દ્ર પ્રકાશ મીણા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોય, ,WHOના પ્રતિનિધિ તેમજ SMO,RMO સિવિલ હોસ્પિટલ વેરાવળ, વેરાવળ તાલુકા હેલ્થ ઓફિસર તથા તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. આ મિટિંગમાં શહેરના ઈમ્યુનાઈજૅશનમાં ૧૦૦ ટકા સુધી પહોંચવા બાબતે તેમજ શહેરી વિસ્તારના અર્બન હૅલ્થ સૅન્ટરના બાંધકામ અંગે તેમજ મિઝલ્સ આઉટબ્રેક અને ૨૮ મે પૉલીયોના રાઉન્ડ કાર્યકમ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Read More