હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વેરાવળ તાલુકાના નગરપાલિકાના હોલમા તારીખ ૦૫/૦૫/૨૦૨૩ના રોજ CTFI (City task force immunization)ની મિટિંગ યોજવામાં આવેલ. જેમાં નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, નગરપાલિકાના ચીફ ઓફિસર દેવેન્દ્ર પ્રકાશ મીણા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોય, ,WHOના પ્રતિનિધિ તેમજ SMO,RMO સિવિલ હોસ્પિટલ વેરાવળ, વેરાવળ તાલુકા હેલ્થ ઓફિસર તથા તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
આ મિટિંગમાં શહેરના ઈમ્યુનાઈજૅશનમાં ૧૦૦ ટકા સુધી પહોંચવા બાબતે તેમજ શહેરી વિસ્તારના અર્બન હૅલ્થ સૅન્ટરના બાંધકામ અંગે તેમજ મિઝલ્સ આઉટબ્રેક અને ૨૮ મે પૉલીયોના રાઉન્ડ કાર્યકમ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
