હિન્દૂ એકતા માટે ચાલતા પ્રસિદ્ધ મંદિરોમા ચાલતા દર્શન કરવા નીકળ્યો યુવક,સેવાલીયા આવી પહોંચ્યો

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર

હાલમાં હિન્દૂઓને જાતિ ધર્મમાં પરિવર્તન કરાવવામાં આવે છે, શ્રી રામ વિરુદ્ધ બોલી તેમનું અપમાન કરી રહ્યા છે, હિન્દૂ ધર્મ છોડાવી રહ્યા છે તેમના માટે ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના સકેનિયા ગામનો 22 વર્ષીય યુવક હિન્દૂ મંદિરોમાં દર્શન કરવા માટે નીકળ્યો છે. 22 વર્ષીય રણવીરસિંઘ પોતાના ઘરે થી ચાલતા ભારતમાં આવેલા હિન્દૂ મંદિરોમાં દર્શન કરવા જઈ રહ્યો છે. યુવક ઘરેથી નીકળી ખાટું શ્યામ મંદિર, વ્રજ, ઉજ્જૈન, ઓમકારેશ્વર દર્શન કરીને સેવાલીયા આવી પહોંચ્યો હતો. ઘરેથી નીકળી સેવાલીયા આવી પહોંચતા 2 મહિનાનો સમય થયો છે. હવે ડાકોર મંદિર દર્શન કરીને દ્વારકા મંદિર જવા માટે પ્રસ્થાન કરશે. તમામ મંદિરોમાં દર્શન કરીને છેલ્લે અમરનાથ જશે ત્યાં જવામાં એક કે દોઢ વર્ષ લાગવાના છે. યુવક ઘરેથી નીકળ્યો છે ત્યારથી ખાવા-પીવા અને સુવા માટે મંદિરો ટ્રસ્ટ કે સેવાભાવી ભક્તો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે. તમામ પ્રસિદ્ધ મંદિરોમાં ફરીને યુવક 2 વર્ષના સમયે પોતાના ઘરે પરત ફરસે.

રિપોર્ટર : મોહીન મલેક, ગળતેશ્વર

Related posts

Leave a Comment