“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ અડાજણ ખાતે સાંસદ મુકેશભાઈ દલાલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈઃ

હિન્દ ન્યુઝ, સુરત

દરેક ગુજરાતીઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવા આશયથીરાજય સરકારના યોગ બોર્ડ દ્વારા ૧૫માં સમર કેમ્પ હેઠળ સુરત શહેરના અડાજણ સ્થિત એલ.પી. સવાણી વિદ્યાલય ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સાંસદ મુકેશભાઈ દલાલની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ હતી. આ સમર કેમ્પમાં ૧૦૦ થી વધારે બાળકોને ભગવત ગીતાના શ્લોકોનું પઠન, સારા સંસ્કારોનું સિંચન, સાત્વિક આહાર થી મેદસ્વિતા મુક્ત બાળક, મોબાઈલનો ઓછો ઉપયોગ, યોગ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ બચાવો, વૃક્ષારોપણ, પાણી બચાવો, જીવનશૈલીમાં બદલાવો, સમાજ માટે સહયોગી અને સ્વદેશી વસ્તુઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આદર્શ બાળક જ ભારતને વિશ્વ ગુરુ બનાવી શકે છે તે હેતુથી ગુજરાત રાજ્ય યોગબોર્ડ કાર્યરત છે.

Related posts

Leave a Comment