હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનના માર્ગદર્શનમાં શરૂ થયેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે બનાસકાંઠા ખાતેથી રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કરાવ્યો.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં જે.સી.બી અને ટ્રેક્ટરને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી રિચાર્જ કૂવાનું ઉદ્ઘાટન કર્યું.
ચોમાસાના વહી જતા પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાપનના પ્રયાસોથી અટકાવીને, જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કૂવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે : મુખ્યમંત્રી
