કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે આઠમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે કાંકરેજ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા આઠમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો.જેમાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી કાલિદાસજી મહારાજ,(દેકાવાડા) અધ્યક્ષ સ્થાને પૂર્વ ધારાસભ્ય શ્રી મગન સિંહ વાઘેલા અને ઉદઘાટક તરીકે કાંકરેજ ધારાસભ્ય શ્રી કિર્તિ સિંહ વાઘેલા સાથે બાહદુર સિંહ વાઘેલા ભડથ. ભારતસિંહ ભટ્ટે સરિયા માહા મંત્રી બનાસકાંઠા. વિજુભા વાઘેલા (આકોલી પૂર્વ સરપંચ) કરણસિંહ વાઘેલા કાંકરેજ જાગીરદાર સમાજ પ્રમુખ. મફતસી હ સોલંકી. વીનુભા સોલંકી કંબોઈ .વી.ડી. વાઘેલા વડા. પૂર્ણસિહ વાઘેલા ભલગામ. બબુભા ઝાલા (કપરું પુર રીટા યર્ડ આચાર્ય) તેમજ કર્મચારી મહામંડળ ના પ્રમુખ શ્રી ગાડાજી વાઘેલા અને મંત્રી વીનુભાં સોલંકી ના અથાગ પરિશ્રમ કરીને આ આઠમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ પ્રસંગે આવેલ મહેમાનો ને ફૂલ હાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

બાઇટ-1-પ.પૂ.શ્રીગુરૂ કાલીદાસજી મહારાજ-દેકાવાઙા આશ્રમ

જેમાં ૧૭૦ જેટલા વિદ્યાર્થીઓ ને શિલ્ડ તેમજ બેગ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા અને બે વયનીવૃત કર્મચારીઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં નવ નિયુક્ત કર્મચારી તરીકે નિમણૂક પામેલા નું સ્વાગત કર્યું હતું જેમાં રાજપૂત સમાજની દિકરીબા ઓ દ્વારા તલવાર બાજી કરવામાં આવી હતી અને રાજપૂત સમાજની સંસ્કૃતિ વિશે રસપ્રદ માહિતી બાબુ સિંહ ઝાલા એ આપી હતી ત્યારે આન બાન શાનથી કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ ના આઠમા તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દાતા શ્રી ઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકા યુવા રાજપૂત સમાજ મંડળ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ભલ ગામતેમજ ભાજપ ના યુવા પ્રમુખ શ્રી ઝેણુભા વાઘેલા વડા અને જયપાલસિંહ વાઘેલા (પોલીસ) વિક્રમસિંહ વાઘેલા (પોલીસ) ધરમેન્દ્ર સિંહજી વાઘેલા,(પોલીસ) હાજર રહ્યા હતા ત્યારે આશીર્વાદ કાલિદાસ જી મહારાજ શ્રી એ આપ્યા હતા અને આભારવિધિ રાણકપુર સરપંચ શ્રી રતુભા વાઘેલા એ કરી હતી.

રિપોર્ટ : મનુભાઈ પરમાર ( બ્યુરોચીફ બનાસકાંઠા)

 

 

 

Related posts

Leave a Comment