ગુજરાતની પાવન ધરતી પર નિરંકારી મિશનના  સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ના પાવન ચરણકમળના સાક્ષાત દર્શન કરવા માટે સંતોમાં ખુશીની લહેર 

ભક્તો કાયમ આ અણમોલ ઘડીની રાહ જોતા હોય છે કે ક્યારે આ નિરંકારનું સાકાર રૂપમાં દર્શન કરવા મળે.

દાતારની અસીમ કૃપાથી આજે સ્વયં સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ ગુજરાતની ધરતી ઉપર 7 દિવસ પધારીને સંપૂર્ણ માનવજાતિને તેમના પવિત્ર પ્રવચનો દ્ધારા લાભાન્‍વિત કરશે.

દાહોદ ના જોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભુપેન્દ્રભાઈ જી એ જણાવ્યું કે કે આ સમાગમ નો લક્ષ્ય માનવ એકતા, પ્રેમ-પ્રીત તથા શાંતિ ને મજબૂતી આપવાનો છે. આ મિશન ચાહે છે કે બધા એકસાથે મળી ને રહે, માનવીય ગુણો થી માનવતાની બોલબાલા કરે અને સમગ્ર વિશ્વને એક પરિવાર નું રૂપ પ્રદાન કરે .સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ નાસિક માં સંપન્ન થયેલા 3 દિવસીય મહારાષ્ટ્ર ના પ્રાદેશિક નિરંકારી સંત સમાગમ ને સંબોધિત કરવા બાદ મહારાષ્ટ્ર ના પુણે, વઇ, કોલ્હાપુર, પંઢરપુર, ઔરંગાબાદ, મુંબઈ થઇ ગુજરાત આવશે.

ગુજરાતમાં પ્રથમ નિરંકારી સંત સમાગમ ૭ ફેબ્રુઆરી,૨૦૨૦ના રોજ વાપી ખાતે યોજાશે.
સ્થળ : જગન પાર્ક કસ્ટમ રોડ, આદિત્ય હોસ્પિટલની સામે, વાપી. સમય સાંજે 5 થી 8.30 વાગ્યાનો રહેશે
બીજો નિરંકારી સંત સમાગમ ૮ ફેબ્રુઆરી,૨૦૨૦ના રોજ વડોદરા ખાતે યોજાશે.
સ્થળ : પોલો ગ્રાઉન્ડ, કિર્તી સ્તંભ નજીક, વડોદરા.
સમય સાંજે 5 થી 8.30 વાગ્યાનો રહેશે.
ત્રીજો નિરંકારી સંત સમાગમ ૯ ફેબ્રુઆરી,૨૦૨૦ના રોજ ભાવનગર ખાતે યોજાશે.
સ્થળ : ગુલિસ્તા ગ્રાઉન્ડ, ભાવનગર પબ્લિક સ્કૂલ, આતાભાઈ ચોક, વાઘાવાડી રોડ, ભાવનગર
સમય સાંજે 5 થી 8.30 વાગ્યાનો રહેશે.
ચોથો નિરંકારી સંત સમાગમ ૧૦ ફેબ્રુઆરી,૨૦૨૦ના રોજ જૂનાગઢ ખાતે યોજાશે.
*સ્થળ : ઝાંઝરડા। રોડ અંડર બ્રિજ ચોબારી રોડ જુનાગઢ,
સમય સાંજે 5 થી 8.30 વાગ્યાનો રહેશે.
પાંચમો નિરંકારી સંત સમાગમ ૧૧ ફેબ્રુઆરી,૨૦૨૦ના રોજ રાજકોટ ખાતે યોજાશે.
*સ્થળ : માધાપર-અમદાવાદ હાઇવે, મારૂતિ સર્વિસ સ્ટેશન, રેલનગર રોડ, રાજકોટ. સમય સાંજે 5 થી 8.30 વાગ્યાનો રહેશે.
છઠ્ઠો નિરંકારી સંત સમાગમ ૧૨ ફેબ્રુઆરી,૨૦૨૦ના રોજ ગાંધીધામ ખાતે યોજાશે. સ્થળ :શક્તિનગર ક્રિકેટ ગ્રાઉન્ડ, ગાંધીધામ, સમય સાંજે 5 થી 8.30
ગુજરાતમાં સાતમો નિરંકારી સંત સમાગમ ૧૩ ફેબ્રુઆરી,૨૦૨૦ના રોજ અમદાવાદ ખાતે યોજાશે.
સ્થળ : નિકોલ એ.એમ.સી. ગ્રાઉન્‍ડ, ન્‍યૂ ઇંડિયા કૉલોની, નિકોલ, અમદાવાદ. સમય સાંજે 5 થી 8.30 વાગ્યાનો રહેશે

આ સાત સમાગમ સદ્‍ગુરુ માતા સુદીક્ષાજી મહારાજની પવિત્ર છત્રછાયામાં યોજાશે. આપ સૌ સંત-મહાત્મા સાદર આમંત્રિત છો. આપ સૌ પહોંચીને સદ્‍ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરશો.

Related posts

Leave a Comment